કોલંબો: શ્રીલંકાની પોલીસે ઈસ્ટરના દિવસે થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે ભડકેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં આજે ફરીથી કરફ્યુ લગાવી દીધો અને 100થી વધુ લોકોની ધરપકડ કરી. પ્રશાસન દ્વારા દેશભરથી કરફ્યુ હટાવ્યાના ગણતરીના કલાકોમાં આ જાહેરાત કરાઈ. ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પોલીસ પ્રવક્તા એસ પી રુવાન ગુણાશેખરે જણાવ્યું કે ઉત્તરી પશ્ચિમી પ્રાંત અને ગાંપાહા પોલીસ ક્ષેત્રમાં બુધવારે મોડી રાતે સાત વાગ્યાથી ગુરુવારે સવારે ચાર વાગ્યા સુધી કરફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન એક સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે સ્થિતિ હવે પૂરી નિયંત્રણમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીની યુવકોને પરણી બેઠેલી 90 પાકિસ્તાની દુલ્હનોને ચીને વિઝા જ ન આપ્યા, જાણો કેમ?


શ્રીલંકાના વાયુસેનાના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન ગિહાન સેનેવિરાત્ને કહ્યું કે વાયુસેના ગેરકાયદે રીતે ભેગ થવા અને હિંસાના કૃત્ય પર રોક લગાવવામાં મદદ માટે દિવસ રાત હેલિકોપ્ટર તહેનાત કરશે. તેમણે કહ્યું કે "અમે આવી ગતિવિધિઓમાં સામેલ લોકો અંગે આકાશમાંથી ફોટોગ્રાફિક પુરાવા ભેગા કરવા અને કાયદો તોડનારા વિરુદ્ધ આવા પુરાવા મોકલવા માટે અગાઉથી જ પગલાં ઉઠાવ્યાં છે."


જુઓ LIVE TV


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...